ગુજરાતની આ 20 વર્ષીય ગાયિકાએ પોતાના 32 વર્ષીય પ્રેમી સાથે આત્મહત્યા કરી.

ગુજરાતની આ 20 વર્ષીય ગાયિકાએ પોતાના 32 વર્ષીય પ્રેમી સાથે આત્મહત્યા કરી.

જસદણ તાલુકાના સોમ પીપળીયા ગામની 20 વર્ષીય હેતલ ડાભી એક ભજન ગાયિકા છે. હેતલ ને મોઢુકા ગામના અને તેની સાથે કામ કરતા બેન્જોવાદક રાજેશ તાવિયા નામના પુરુષ સાથે આંખો મળી ગઈ હતી. હેતલ અને રાજેશ બંને સંગીતના કાર્યક્રમોમાં સાથે જતા હતા જેથી બંને વચ્ચે નિકટતા વધી ગઈ હતી. 20 વર્ષની હેતલ અપરણિત હતી જ્યારે 32 વર્ષનો રાજેશ પરણિત હતો અને તે કિશોરવયના બાળકોનો પિતા પણ હતો. રાજેશ અને હેતલ એકબીજાને ખૂબ ચાહતા હતા પરંતુ સામાજિક બંધનોને લીધે સાથે જીવવાનું શક્ય ન હોવાથી શનિવારે વહેલી સવારે તેઓ બંને પોતપોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા અને સોમ પીપળીયા ની સીમ ના જંગલ વિસ્તારમાં ખોડીયાર માતાજીના સ્થાનક પાસે જઈને બંને ઝેરી દવા પીધી હતી.

રવિવારે સવારે 11:30 વાગ્યે વન વિસ્તારમાં બે મૃતદેહો પડયો હોવાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને ઘટના સ્થળેથી ઝેરની બોટલ મળી આવી હતી. બંને મૃત વ્યક્તિઓની ઓળખ થતા પોલીસે તાત્કાલિક બંનેના પરિવારજનો ને બોલાવી લીધા હતા. કુટુંબીજનોની પૂછપરછમાં બંને વચ્ચે પ્રણય હોવાની જાણ થઇ હતી અને બંનેના પરિવારજનો ને તેમના અફેરની જાણ હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

રાજેશ અને હેતલના મૃતદેહ પાસેથી પોલીસને ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં તેમણે પોતાના પ્રેમસંબંધની વાત કરીને જીવવું હોય તો સાથે અને મરવું હોય તો પણ સાથે એવું જણાવ્યું હતું. સુસાઇડ નોટમાં નીચે બંનેની સહી પણ હોવાથી પોલીસે આ મામલો સ્યુસાઇડનો હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply